ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે. આમાં 66 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ

jarkhand
New Update

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ ગઈ છે. આમાં 66 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને સરાયકેલા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. ચંપાઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચો છોડીને ભાજપમાં જોડાયા છે. આ સાથે જ બાબુલાલ મરાંડીને ધનવાર બેઠકથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ 66 ઉમેદવારોમાં ભાજપે 11 મહિલાઓને સ્થાન આપ્યું છે. ભાજપ રાજ્યમાં કુલ 68 બેઠકો પર ચૂંટણી લડશે. આ યાદી બાદ હવે માત્ર બે બેઠકોની જાહેરાત થવાની બાકી છે.

ભાજપે જામતાડા બેઠક પરથી સીતા સોરેન, કોડરમાથી નીરા યાદવ, ગાંડેયથી મુનિયા દેવી, સિંદરીથી તારા દેવી, નિરસાથી અપર્ણા સેનગુપ્તા, ઝરિયાથી રાગિની સિંહ, ચાઈબાસાથી ગીતા બાલમુચુ, છતરપુરથી પુષ્પા દેવી ભુઈયાંને ટિકિટ આપી છે.

#Jharkhand #BJP #assembly elections
Here are a few more articles:
Read the Next Article