સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠકમાં સંબોધન કરતા વિદેશ મંત્રીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું. પોતાના 20 મિનિટના ભાષણમાં તેમણે પાકિસ્તાનની દાયકાઓ જૂની આતંકવાદ નીતિ પર ખૂલીને વાત કરી હતી.જયશંકરે કહ્યું- ઘણા દેશો જાણીજોઈને એવા નિર્ણયો લે છે, જેનાં પરિણામો વિનાશક હોય છે. આપણો પાડોશી દેશ પાકિસ્તાન તેનું મોટું ઉદાહરણ છે. તે પોતાનાં કર્મોનું ફળ ભોગવી રહ્યો છે.
તેની GDP માત્ર કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવવાના સંદર્ભમાં માપી શકાય છે.જયશંકરે ઈસ્લામાબાદની આતંકવાદ નીતિ પર કહ્યું કે જો આવી રાજનીતિ પોતાના લોકો (પાકિસ્તાનીઓ)માં એટલી કટ્ટરતા ઊભી કરે છે, તો તેના જીડીપીને માત્ર કટ્ટરપંથી અને આતંકવાદ ફેલાવવાના સંદર્ભમાં માપી શકાય છે.