Connect Gujarat
દેશ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

પરવેઝ મુશર્રફ અમાઇલોઇડોસિસ બીમારીથી પિડાતા હતા મુશર્રફ ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતા

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
X

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. દુબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.લાંબા સમયથી અમાઇલોઇડોસિસ બીમારીથી પિડાતા હતા મુશર્રફ ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતા. ટ્વિટર પર માહિતી આપતાં તેના પરિવારે કહ્યું હતું કે તે અમાઇલોઇડોસિસ નામની બીમારીથી પીડિત છે,

જેના કારણે તેના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરી થઈ શકે તેમ નથી. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, અમાઇલોઇડોસિસ એ દુર્લભ અને ગંભીર રોગ છે. આમાં, માનવ શરીરમાં એમાયલોઇડ નામનું અસામાન્ય પ્રોટીન બનવાનું શરૂ થાય છે. તે હૃદય, કિડની, લીવર, નર્વસ સિસ્ટમ, મગજ વગેરે જેવા અવયવોમાં જમા થવા લાગે છે, જેના કારણે આ અવયવોના પેશીઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપવામાં આવી છે.

પાકિસ્તાની ઈતિહાસમાં પહેલીવાર પેશીવાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ સજા આપી હતી. 3 નવેમ્બર, 2007માં દેશમાં ઈમરજન્સી લગાવવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધીમાં બંધારણના નિયમો રોકી રાખવાના આરોપમાં પરવેઝ મુશર્રફ સામે ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.મુશર્રફને 31 માર્ચ 2014માં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

Next Story