પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચાર બદલ પકડી લીધા. પાકિસ્તાની રેન્જર્સે ઈમરાન ખાનની ધરપકડ કરી છે. ઈસ્લામાબાદની કોર્ટમાં ભ્રષ્ટાચારની કોર્ટમાં હાજર થયા હતા. ત્યાંથી બહાર નીકળતા જ ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી.ઇમરાનની ધરપકડ એવા સમયે થઈ, જ્યારે હાલમાં જ તેમણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં.
ધરપકડ બાદ અજ્ઞાત સ્થળે લઇ જવાયા. ઈમરાનના વકીલ ફૈઝલ ચૌધરીએ ધરપકડની પુષ્ટિ કરી છે. ખાનની પાર્ટીના નેતા મસર્રત ચૌધરીએ કહ્યું- મારી સામે ખાન સાહબને જબરદસ્ત ટોર્ચર કરવામાં આવ્યા હતા. મને ભય છે કે તેમની હત્યા થઈ શકે છે. પાકિસ્તાનના અખબાર ધ ડોને અહેવાલ આપ્યો છે કે ઈમરાનની પાર્ટી PTIએ ધરપકડની પુષ્ટિ કરી છે. પાર્ટીના નેતા મુસરરત ચીમાએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.
તેણે કહ્યું- ઈમરાન ખાનને અત્યારે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. તેઓ ખાન સાહબને મારી રહ્યા છે. ઈમરાનના વકીલનો વીડિયો પણ પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. પાર્ટીએ કહ્યું કે ઈમરાનને હાઈકોર્ટની બહાર ખરાબ રીતે મારવામાં આવ્યા છે.