પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું નિધન, 2 દિવસનો રાષ્ટ્રીય શોક, કાલે પૈતૃક ગામ બાદલમાં થશે અંતિમસંસ્કાર

રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે,

પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું નિધન, 2 દિવસનો રાષ્ટ્રીય શોક, કાલે પૈતૃક ગામ બાદલમાં થશે અંતિમસંસ્કાર
New Update

પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે 95 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને 16 એપ્રિલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 25 એપ્રિલે સાંજે 7.42 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. બાદલ દેશની રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાં ફરકાવવામાં આવેલો ધ્વજ બે દિવસ સુધી અડધો નમાવી દેવામાં આવશે. એ જ સમયે તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પંજાબમાં આવતીકાલે ગુરુવારે સરકારી રજા જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ 12 વાગ્યે ચંદીગઢ પહોંચશે. તેઓ અહીં પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપશે

#Punjab #CM Prakash Singh Badal #Prakash Singh Badal #RIP Prakash Singh Badal #Rest in Peace #PunjabCM #પ્રકાશ સિંહ બાદલ
Here are a few more articles:
Read the Next Article