Connect Gujarat
દેશ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સમીક્ષા બેઠક યોજાય.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સમીક્ષા બેઠક યોજાય.
X

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સમીક્ષા બેઠક યોજાય હતી. જેમાં રાજ્યના તમામ યાત્રાધામોમાં રૂ. 334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ અને માધવપુર જેવા તીર્થ સ્થાનોના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના અનુસાર, આગામી દિવસોમાં અંબાજીમાં એકાવન શક્તિપીઠનો ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ પણ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા માતૃતર્પણ ભૂમિ સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર તથા અનુસૂચિત જાતિ જનજાતિના પવિત્ર આસ્થા-સ્થાનોના સર્વાંગી વિકાસ માટે પણ નાણાકીય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનું આયોજન હાથ ધરાયું છે. મહત્વની બાબત એ છે કે, રાજ્યમાં યાત્રાધામોમાં રૂ. 334 કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. અહીં એ બાબત પણ નોંધપાત્ર છે કે, રાજ્યના 8 પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવણી માટે રૂ. 17 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

Next Story