Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરતું પોર્ટલ લોન્ચ કર્યું

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરતું પોર્ટલ લોન્ચ કર્યું
X

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરતું પોર્ટલ લોન્ચ કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપતું અપડેટેડ સ્ટાર્ટઅપ્સ પોર્ટલ લોંચ કર્યું હતું. મુખ્યમંત્રીએ લોન્ચ કરેલ પોર્ટલની વિશેષતાઓની વાત કરીએ તો બહુભાષી પોર્ટલ છે, જ્યાં સ્ટાર્ટઅપ્સની સિદ્ધીઓ, સેવાઓ અને ઉત્પાદનની વિગત શેર કરી શકશે. જેના પરિણામે ખાનગી ખરીદદારો, રોકાણકારો વગેરે સીધા જ સ્ટાર્ટઅપ્સનો સંપર્ક કરી શકશે.

આ પોર્ટલ પર પોતાના બ્રોશર, સિદ્ધિઓ અને સેવાઓ તથા ઉત્પાદનોની વિગતો પ્રદર્શિત કરી શકાશે. પોર્ટલ પર ઉદ્યોગપતિઓ, સફળ સ્ટાર્ટઅપ સ્થાપકો સહિત 325થી વધુ માર્ગદર્શકો, ખાનગી ખરીદદારો-રોકાણકારોને સીધા જ સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચવાની સુગમતા થશે. એટલું જ નહીં, બહુવિધ ભાષાઓમાં આ પોર્ટલની વિગતોનું એકસેસ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ્સ માટે સીડ ફંડ-ઇન્વેસ્ટર્સની મદદ-કેપેસિટી બિલ્ડીંગ વધુ સરળતાએ પોર્ટલ પરથી મળી રહે તેવું પણ આયોજન કરાયું છે.

Next Story