IRCTC દ્વારા ટ્રેન ટિકિટનું બુકિંગ કરતા લોકો માટે સારા સમાચાર, હવે 1 કલાકમાં મળી જશે રિફંડના રૂપિયા

New Update
IRCTC દ્વારા ટ્રેન ટિકિટનું બુકિંગ કરતા લોકો માટે સારા સમાચાર, હવે 1 કલાકમાં મળી જશે રિફંડના રૂપિયા

તમે IRCTC ની વેબસાઇટ કે એપ દ્વારા ટ્રેનની ટિકિટનું બુકિંગ કરાવો છો તમને ખ્યાલ જ હશે કે, ઘણી વખત ટિકિટ બુક થતી નથી અને રૂપિયા કપાઈ જાય છે. ત્યારબાદ રિફંડના રૂપિયા પરત આવતા 2 થી 3 દિવસનો સમય લાગી જાય છે. ઘણી વખત તો 7 થી 10 દિવસનો સમય પણ લાગી જતો હોય છે. જો તમારી સાથે પણ આવું થયું હોય તો તમારા માટે સારા સમાચાર છે.IRCTC ટૂંક સમયમાં મુસાફરોને સારા સમાચાર આપવા જઈ રહ્યું છે.

Advertisment

હવે તમને માત્ર 1 કલાકમાં તમારા રિફંડના રૂપિયા પરત મળી જશે. IRCTC રિફંડ સર્વિસને ઝડપી બનાવવા માટે સેન્ટ્રલ ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે મળીને કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સર્વિસ થોડા સમયમાં શરૂ કરવામાં આવશે.આ સર્વિસ દ્વારા જો તમે ટિકિટ કેન્સલ કરાવી હોય કે ટિકિટ બુક થયા વગર જ તમારા રૂપિયા ડેબિટ થયા હોય બંને કિસ્સામાં 1 કલાકની અંદર તમને તમારું રિફંડ મળી જશે. હાલ રિફંડની પ્રક્રિયા ધીમી છે. જેના કારણે રિફંડના રૂપિયા પરત આવવામાં 2 થી 3 દિવસનો સમય લાગે છે. જેમાં સૌથી પહેલા IRCTC તમારી બેંકમાં રિફંડની રકમ મોકલે છે અને પછી બેંક તમારા ખાતામાં ટ્રાન્સફર કરે છે. આ પ્રોસેસમાં સમય લાગે છે, તેથી આ મુશ્કેલીનો અંત આવશે.