New Update
/connect-gujarat/media/post_banners/e40ca4d076cb89d9c3a60a7d1a77bf2e3862615b90f4909e4b9844d622da9bbb.webp)
કૈલાશ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા યાત્રીકોને આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાશ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂપિયા ૫૦ હજાર સહાય અપાશે.