GSRTC દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો કરાયો ફેરફાર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટે

New Update
gsrtc

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે. 

અત્યાર સુધી, ધોરણ 12 પાસ ઉમેદવારો સીધી ભરતી દ્વારા GSRTCમાં ક્લાર્કની નોકરી મેળવી શકતા હતા. જોકે, હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે આ નિયમને લઇ અમુક ઉમેદવારોને પરેશાન થવાની વારી આવી છે.

આ ફેરફાર સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : ૦.-૦૫/૨૭/૨૦૧૪/કભય/૧૦૨૦૧૪/૮૭/૦, તા.૩૦/૯/૨૦૧૯ અને નિગમના સંચાલક મંડળના ઠરાવ નં.૧૦૦૩૬, તા.૨૯/૧/૨૦૨૪ અનુસાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ ક્લાર્ક કક્ષાની સીધી ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત હવે ધોરણ ૧૨ને બદલે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી નિયત કરવામાં આવે છે.

Latest Stories