GUJCET 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

GUJCET ની પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. GUJCET 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

New Update
gujarat gujcet

GUJCET ની પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. GUJCET 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાની આપી શકશે છે. ગુજકેટની પરીક્ષા તારીખ 23 માર્ચ 2025ને રવિવારના રોજ યોજાશે. વધુ માહિતી માટે www.gseb.orgની વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ કાર્યક્રમ પ્રમાણે GUJCET 2025 પરીક્ષા તા. 23/03/2025 રવિવારના રોજ સવારે 10 કલાકથી બપોરના 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. 

Advertisment

GUJCET 2025ની પરીક્ષાની તારીખ 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. વર્ષ-2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૂપ.A. ગૃપ-B અને ગૂપ.A.B ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.23/03/2025 ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલા પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

120 મિનિટનો સમય આપવામાં આવશે

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.

આ પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે

Advertisment

ગુજકેટ એ રાજ્ય સ્તરની પરીક્ષા છે જે બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા માટે ફક્ત તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે જેમણે ગ્રુપ A, B અને ABમાંથી 12મું વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યું છે. આ વર્ષે આ પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે. 

Advertisment
Latest Stories