હરિયાણા વિધાનસભા ચૂંટણી, ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

દેશ | સમાચાર, હરિયાણામાં ભાજપે બુધવારે, 4 સપ્ટેમ્બરે કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 67 માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. સીએમ નાયબ સૈની કુરુક્ષેત્રની લાડવા

New Update
Screenshot1

રિયાણામાં ભાજપે બુધવારે, 4 સપ્ટેમ્બરે કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 67 માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. સીએમ નાયબ સૈની કુરુક્ષેત્રની લાડવા સીટથી ચૂંટણી લડશે. જ્યારે પૂર્વ મંત્રી અનિલ વિજને અંબાલા કેન્ટથી, મંત્રી કમલ ગુપ્તાને હિસારથી અને કંવર પાલ ગુર્જરને યમુનાનગરના જગાધરીથી ટિકિટ આપવામાં આવી છે.હરિયાણાની તમામ 90 સીટો પર એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે મતદાન થશે.

 પરિણામ 8મી ઓક્ટોબરે આવશે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના ગઠબંધને રાજ્યમાં સરકાર બનાવી હતી.રાજ્યમાં 2 ટર્મથી ભાજપની સરકાર ચાલી રહી છે. 2014માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. ત્યારબાદ મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ પછી 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીથી ચૂકી ગયું. ભાજપે જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન સરકાર બનાવી, જેણે 10 બેઠકો જીતી. ત્યારબાદ મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી અને દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી સીએમ બન્યા.

Latest Stories