Connect Gujarat
દેશ

રાજસ્થાનના ભરતપુરમાં ટ્રક અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર,11 લોકોના મોત

રાજસ્થાનના ભરતપુરમાં ટ્રક અને બસ વચ્ચે ધડાકાભેર ટક્કર,11 લોકોના મોત
X

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર 11 મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 12 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી.

Next Story