ભારતીય હવામાન વિભાગે તાજેતરના હવામાન અપડેટમાં જણાવ્યું છે કે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થશે. સિક્કિમ અને સબ હિમાલયન પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ થશે. આગામી બે દિવસ સુધી પૂર્વી, ઉત્તર પૂર્વી અને મધ્ય ભારતમાં વરસાદની પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની અપેક્ષા છે.
IMDએ મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત ક્ષેત્ર, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે. ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને સમગ્ર ગુજરાત ક્ષેત્રમાં ક્યાંક ક્યાંક ખૂબ જ તેજ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જાણકારી આપી છે કે 27 સપ્ટેમ્બરે પૂર્વી મધ્ય પ્રદેશ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 27 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 26 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની અપેક્ષા છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 27 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે.