કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 24 જૂને કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Heavy rains in Karnataka, Tamil Nadu, Gujarat, Maharashtra and Goa, Meteorological department issued orange alert

ઓરેન્જ એલર્ટ

New Update

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 24 જૂને કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર અને ઝારખંડમાં 25 જૂને ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે.

દિલ્હીમાં હવામાનમાં પલટો આવ્યો છે અને પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ શરૂ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 જૂનથી 29 જૂન દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જો કે હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હીમાં ચોમાસાના આગમન બાદ જ કાળઝાળ ગરમીમાંથી સંપૂર્ણ રાહત મળશે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 39 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન 28 થી 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

 

#ભારે વરસાદ #ઓરેન્જ એલર્ટ
Here are a few more articles:
Read the Next Article