ચોમાસાની વિદાય પેહલા કોલકતા અને મરાઠાવાડામાં ભારે વરસાદે વરસાવ્યો કહેર

મહારાષ્ટ્ર અને કોલકાતામાં ભારે વરસાદથી વિનાશના વેરાયો છે. ભારે વરસાદના કારણે કોલકતામાં ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા. જેને લઈ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

New Update
rain

દેશમાંથી ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે.

પરંતુ વિદાય વખતે પણ ચોમાસુ દેશના ઘણા વિસ્તારોમાં કહેર વરસાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે આ વર્ષે વરસાદને કારણે પર્વતીય વિસ્તારમાં મોટે પાયે નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા.

ત્યારે હવે મહારાષ્ટ્ર અને કોલકાતામાં ભારે વરસાદથી વિનાશના વેરાયો છે. ભારે વરસાદના કારણે કોલકતામાં ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા. જેને લઈ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે છેલ્લા બે કે ત્રણ દિવસામાં દેશભરમાં 18 લોકો પોતોના જીવ ગુમાવ્યા છે.

કોલકાતામાં આકાશી આફત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં માત્ર 24 કલાકમાં 9.8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જે 1986 પછીના સૌથી ટૂંકા સમયમાં પડેલો સૌથી વધુ વરસાદ છે અને 137 વર્ષમાં છઠ્ઠી વખત આવી ઘટના બની છે. આ પહેલા 1978માં 14.5 ઈંચ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને કારણે કોલકાતાનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક રેલ, મેટ્રો, ફ્લાઈટ્સને રદ કરવાની ફરજ પડી હતી. શહેરમાં ઠેરઠેર પાણી ભરાયું છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે-ત્રણ દિવસમાં વધુ ભારે વરસાદની આગાહી છે. આ આકાશી આફતમાં લગભગ 10 લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત વીજ પ્રવાહ સંપર્કમાં આવી જતા થયું હોવાના અહેવાલો જોવા મળ્યા હતા.

આ સ્થિતિને જોતા બંગાળ સરકારે દુર્ગા પૂજા પહેલા જ શાળાઓ અને કોલેજોમાં રજાઓ જાહેર કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વરસાદને અસામાન્ય ગણાવીને કહ્યું કે તેણે અગાઉ ક્યારેય આવો વરસાદ જોયો નથી.

મરાઠાવાડાની વરસાદ વેર્યો વિનાશ

બીજી બાજુ મહારાષ્ટ્રના મરાઠાવાડામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે છેલ્લા 50 વર્ષનો સૌથી રેકોર્ડ તોડ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના 159 ગામો પ્રભાવિત થયા છે. જ્યારે 750થી વધુ મકાનોને નુકસાન થયું છે અને 33, 000 હેક્ટર જમીનમાં પાકનો વિનાશ થયો છે.

ત્રણ પુલ તૂટી પડ્યા છે, જ્યારે બે શાળાઓ અને પાંચ નાના ડેમ તૂટી ગયા છે, જેનાથી પ્રદેશમાં રાહત કાર્યો તેજ કરવા પડ્યા છે. ઉલ્લેખનીય છે આ ઘટનામાં મરાઠાવાડમાં 8 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

દિલ્હીમાં વરસાદ
દિલ્હી વરસાદની વાત થાય તો દિલ્હીમાં આજે છૂટો છવોયા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ગઈકાલે વાદળછાયા વાતાવરણ સાથે રાજ્યમાં ઠંડો માહોલ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મોન્સુનની સિસ્ટમ પસાર થતી હોવાથી ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જો કે સામાન્ય વરસાદી ઝાપટાકે કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાઈ હતી, જે હાલ નિયંત્રણમાં છે.

ગુજરાતમાં વરસાદ

ગુજરાતમા મોન્સુનના અંતિમ તબક્કે છે. ત્યારે 22 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમા મધ્યમ વરસાદ નોંધાયો હતો. જોકે હવામાન વિભાગે આ સપ્તાહ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. IMDના તાજા અહેવાલ મુજબ, 24 સપ્ટેમ્બરથી મોન્સુનની સિઝનની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ જશે. એટલા માટે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories