હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, 24 કલાકમાં અઢી ફૂટ બરફ પડ્યો

આ દરમિયાન હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, 24 કલાકમાં અઢી ફૂટ બરફ પડ્યો
New Update

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકથી ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કુલ્લુ જિલ્લાના અટલ ટનલ રોહતાંગ, લાહૌલ સ્પીતિના કેલોંગ, જીસ્પા, દારચા, કોક્સર અને કિન્નોરમાં પહાડી વિસ્તારોમાં 6 ઈંચથી લઈને 2.5 ફૂટ સુધીની હિમવર્ષા થઈ છે.હવામાન વિભાગની ચેતવણી બાદ, SDM કુલ્લુએ કુલ્લુ સબ ડિવિઝને ગઈકાલે સાંજે જ તમામ સ્કૂલો અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. તેમજ, શિમલામાં કેટલાક ખાનગી સ્કૂલ સંચાલકોએ પણ આજે સવારે મેસેજ મોકલીને રજા જાહેર કરી હતી. ગઈકાલે રાત્રે, ચંબા, કુલ્લુ, કિન્નૌર અને લાહૌલ સ્પીતિના ઊંચા પહાડો પર હિમવર્ષા થઈ હતી, જ્યારે બિલાસપુર, શિમલા, સોલન, સિરમૌર, ઉના, હમીરપુર, મંડીમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.

#CGNews #India #Himachal Pradesh #snowfall #Heavy snowfall #snow fell
Here are a few more articles:
Read the Next Article