New Update
/connect-gujarat/media/post_banners/6a41ae5f1ff8ff55ec35b29074985e34d1877576bfc099fba04609e7d8b0f268.webp)
ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન ચૂંટણીના રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે. ગાંડેય વિધાનસભા સીટથી થનારી પેટાચૂંટણીમાં ઝારખંડ મક્તિ મોર્ચાએ તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ તો ચૂંટણી રેલીમાં જોવા મળતા જ હતા, પણ તેઓ ખુદ ચૂંટણીમાં ઊભા રહેશે કે નહીં, તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. હવે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ ગઈ છે.
આ સીટ પર 20 મેના રોજ મતદાન થશે. નામની જાહેરાત પહેલાથી જ કલ્પના સોરેને ગાંડેય સીટ પર પોતાની તૈયારી શરુ કરી દીધી હતી. આ સીટ ઝારખંડ ગિરિડીહ જિલ્લામાં આવે છે. તાજેતરના દિવસોમાં કલ્પનાએ જેએમએમના કાર્યકર્તા સંમેલનને પણ સંબોધન કર્યું હતું.
Latest Stories