ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના અંતને લઈને બેઠક યોજી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં નક્સલવાદના અંતને લઈને બેઠક યોજી હતી. વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી બેઠકમાં 8 નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો

New Update
amit
Advertisment
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં નક્સલવાદના અંતને લઈને બેઠક યોજી હતી. વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી બેઠકમાં 8 નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો.શાહે નક્સલવાદને ખતમ કરવાના પ્રયાસો માટે છત્તીસગઢની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં છત્તીસગઢમાં 194 નક્સલવાદીઓ માર્યા ગયા છે, 801ની ધરપકડ કરવામાં આવી છે અને 742એ આત્મસમર્પણ કર્યું છે.
બેઠકમાં શાહે નક્સલવાદી યુવાનોને તેમના હથિયાર છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે ઉત્તર-પૂર્વ અને જમ્મુ-કાશ્મીરના 13 હજાર યુવાનોનું ઉદાહરણ આપ્યું, જેમણે નક્સલવાદ છોડી દીધો છે.અમિત શાહે કહ્યું કે, નક્સલવાદ સંબંધિત હિંસાની ઘટનાઓ 16,463 થી ઘટીને 7,700 થઈ ગઈ છે. આવતા વર્ષે આ સંખ્યામાં વધુ ઘટાડો થશે. નાગરિકો અને સુરક્ષા દળોના મૃત્યુમાં 70% ઘટાડો થયો છે. હિંસા નોંધાવતા જિલ્લાઓની સંખ્યા 96 થી ઘટીને 42 થઈ ગઈ છે.તેમણે કહ્યું કે હિંસાની જાણ કરતા પોલીસ સ્ટેશનોની સંખ્યા 465 થી ઘટીને 171 થઈ ગઈ છે, જેમાંથી 50 પોલીસ સ્ટેશન નવા છે, એટલે કે માત્ર 120 પોલીસ સ્ટેશનો જ હિંસાની જાણ કરી રહ્યા છે.
Advertisment
Latest Stories