Connect Gujarat
દેશ

ગૃહમંત્રી અમિત શાહ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ રાજૌરી જવા રવાના થયા

ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. શાહે કલમ 370 બાદના ત્રણ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરની તેમની ત્રીજી મુલાકાત

ગૃહમંત્રી અમિત શાહ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ રાજૌરી જવા રવાના થયા
X

જમ્મુ - કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે ગૃહ પ્રધાન અમિત શાહે શારદીય નવરાત્રીની નવમીએ માઁ વૈષ્ણોદેવીનાં દરબારમાં હાજરી આપીને જમ્મુ અને કાશ્મીરની સારી સ્થિતિ માટે પ્રાર્થના કરી હતી. વિશેષ આરતીમાં ભાગ લઈને ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના સંપૂર્ણ અંત અને વિકાસની પુનઃસ્થાપનાની ઈચ્છા સાથે માતાનાં દરબારમાં નમન કર્યું. માતા ભગવતીના આશીર્વાદ લીધા બાદ ગૃહમંત્રી રાજૌરી જવા રવાના થયા.

રાજૌરી જતા પહેલા ગૃહમંત્રીએ માઁ વૈષ્ણોદેવીની પવિત્ર ગુફામાંથી બહાર આવ્યા બાદ શ્રાઈન બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને ભક્તો સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રીએ બોર્ડના સભ્યો સાથે ચા નાસ્તો પણ કર્યો હતો. શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે પણ ગૃહ મંત્રીને બિલ્ડિંગની આસપાસ ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે વિગતવાર માહિતી આપી હતીજ્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થશે. રાજૌરીમાં જ્યાં ગૃહમંત્રીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં લોકો પહોંચવા લાગ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે જમ્મુ પહોંચ્યા હતા. શાહે કલમ 370 બાદના ત્રણ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરની તેમની ત્રીજી મુલાકાત રાજભવન ખાતે એક ડઝન સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિમંડળને મળીને શરૂ કરી હતી. અગાઉ તેઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં અને આ વર્ષે માર્ચ દરમિયાન રાજ્યની મુલાકાતે આવ્યા હતા. મોડી સાંજે સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા જમ્મુના ટેકનિકલ એરપોર્ટ પર પહોંચેલા ગૃહમંત્રીનું પીએમઓમાં મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સ્વાગત કર્યું હતું.

મહારાજા હરિ સિંહના પૌત્ર અજાતશત્રુ સિંહના નેતૃત્વમાં રાજપૂત સભાનું એક પ્રતિનિધિમંડળ ગૃહમંત્રીને મળ્યું અને મહારાજા હરિ સિંહની જન્મજયંતિ પર રજા જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે ગૃહમંત્રીને મહારાજા હરિ સિંહનું ચિત્ર પણ અર્પણ કર્યું હતું. યુવા રાજપૂત સભાના પ્રમુખ રાજન સિંહ ઉર્ફે હેપ્પીએ કહ્યું કે બેઠકમાં અમે જમ્મુના લોકોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રતિનિધિમંડળમાં ઠાકુર નારાયણ સિંહ, પૂર્વ મંત્રી સુરજીત સિંહ સલાથિયા, પૂર્વ ધારાસભ્યો આરએસ પઠાનિયા અને સુરેન્દ્ર સિંહ ગિલ્લી સામેલ હતા.

બુધવારે બપોરે દિલ્હી પાછા ફરતા પહેલા, શાહ શ્રીનગરમાં દાલ તળાવના કિનારે સ્થિત છઠ્ઠા પાદશાહી ગુરુદ્વારામાં પણ પૂજા કરશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની હાજરીમાં સુરક્ષા પરિદ્રશ્ય પર સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવશે.

Next Story