શિલોંગમાં હનીમૂન દરમિયાન પતિની હત્યા,રાજા રઘુવંશી કેસમાં પત્ની સોનમ સહિત ચારની ધરપકડ

રાજા રધુવંશી કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે પણ આત્મસમર્પણ કર્યું છે..

New Update
Raja Raghuvanshi case

ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. રાજા રધુવંશી કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે પણ આત્મસમર્પણ કર્યું છેજ્યારે અન્યને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. સોનમ માત્ર 2 કલાક પહેલા જ મળી આવી હતી. હાલમાં ઇન્દોર પોલીસે ગાઝીપુર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાને પકડી લેવામાં આવી હતી.મહત્વની વાત એ છે કેઆ કેસની સમગ્ર માહિતી આપવા માટે સોનમે જાતે જ પોલીસને ફોન કરીને જાણ કરી હતી.

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ પણ આ કેસ અંગે ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરતા લખ્યું કે, ‘રાજા હત્યા કેસમાં મેઘાયલ પોલીસ દ્વારા 7 દિવસમાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરો ની ધરપકડ કરવામાં આવી છેમહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને વધુ 1 હુમલાખોરને પકડવા માટે હજુ પણ કાર્યવાહી ચાલુ છે. 

આ કેસમાં મેઘાયલના ડીસીપી આઈ નોંગરાંગેનું પણ નિવેદન આપ્યું છે. ઈન્દોરના એક વ્યક્તિની હત્યાના કેસમાં પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોમને કોઈ પણ પ્રકારની ઈજાઓ થઈ નથી. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ત્યારે પોલીસે તેને ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે.

23 મેના રોજ હનીમૂન કપલ ગુમ થયું હતુંજ્યારે 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક કોતરમાંથી મળી આવ્યો હતોજ્યારે તેની પત્નીની શોધ ચાલુ હતી. માવલાખિયાતના ગાઈડ આલ્બર્ટ પીડીએ જણાવ્યું હતું કે તેમણે 23 મેના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ ત્રણ પુરુષ પ્રવાસીઓ સાથે નોંગરિયાતથી માવલાખિયાત સુધી 3000થી વધુ પગથિયા ચઢતા જોયા હતા. શનિવારે એક ટુરિસ્ટ ગાઈડે દાવો કર્યો હતો કે ઈન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયા હતા.તે દિવસે તેમની સાથે ત્રણ પુરુષો હતા. એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે ગાઈડે પોલીસને આ કેસ અંગે મહત્વની વિગતો આપી હતી.

આ હત્યાકાંડમાં કેસમાં પોલીસને નવી વિગતો મળી છેએટલું જ નહીં પરંતુ રાજા રઘુવંશીની પત્ની સોનમે જાતે જ પોલીસને ફોન કરીને આ સમગ્ર કેસની જાણકારી આપી હતી. જેથી પોલીસે પત્નીની પણ ધરપકડ કરી લીધી છે. શું આ કેસમાં હજી કેટલાક નવા પુરાવા અને વિગતો સામે આવશેમધ્યપ્રદેશના ત્રણ આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.

Latest Stories