જો તમે પણ ચહેરા પર મુલતાની માટી લાગાવો છો તો ચેતી જજો ? થઈ શકે છે તમને આ નુકસાન

મુલતાની માટીનો ઉપયોગ અસરકારક અને સલામત હોવા છતાં ઘણી વખત તે ત્વચાને ફાયદો થવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

New Update
જો તમે પણ ચહેરા પર મુલતાની માટી લાગાવો છો તો ચેતી જજો ?  થઈ શકે છે તમને આ નુકસાન

મુલતાની માટીનો ઉપયોગ અસરકારક અને સલામત હોવા છતાં ઘણી વખત તે ત્વચાને ફાયદો થવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. મુલતાની માટીના ખોટા ઉપયોગથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. જાણો મુલતાની માટીની આવી જ કેટલીક આડઅસરો જોવા મળી શકે છે.

Advertisment

દરેક વ્યક્તિ પોતાના ચહેરા પર ચમક લાવવા માટે અવનવા અખતરા કરતા હોય છે. જેમાં ઘણા લોકો ચહેરાની નિસ્તેજતાને દૂર કરવા, ચહેરા પરથી ખીલ દૂર કરવા અને ચહેરા પર ચમક લાવવા માટે મુલતાની માટીની પેસ્ટ લગાવતી હોય છે. જો તમારી પણ ત્વચા આવી છે તો મુલતાની માટી તમારા માટે હાનિકારક સાબિત થાય છે.

જે લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તેમણે મુલતાની માટીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જો મુલતાની માટીનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પર નીરસતા અને ફોલ્લીઓ થઈ શકે છે.

જે લોકોની શુષ્ક ત્વચા હોય છે. તેવા લોકોએ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણે તેમની ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે અને ત્વચા નિર્જીવ દેખાય છે.

જે લોકોને વારંવાર શરદી કે ઉધરસની ફરિયાદ રહેતી હોય તો તે લોકોને મુલતાની માટીનો ઉપયોગ ટાળવો જોઈએ. મુલતાની માટીની તાસિર ઠંડી હોવાના કારણે શરદી અને ઉધરસની સમસ્યા વધી શકે છે.

જે લોકો નિયમીત મુલતાની માટીના નિયમિત ઉપયોગ કરે છે. તેવા લોકોને ચહેરા પર કરચલીઓ પડી શકે છે.

Advertisment