“મૂંછે હો તો નથ્થુલાલ જેસી..!” : UPના બાગપતમાં પોલીસ જવાનને મૂંછો યોગ્ય રીતે જાળવવા બદલ રોકડ ઇનામ આપી સન્માનીત કરાયા...

બાગપતમાં એસપી સૂરજ કુમાર રાયે એચસીપી રાજેન્દ્ર સિંહને તેમની મૂંછો માટે 1,000 રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું છે. પહેલાના જમાનામાં પોલીસ વિભાગમાં મૂંછ રાખવા બદલ ભથ્થું મળતું હતું

New Update
Uttarpradesh police

ઉત્તરપ્રદેશના બાગપતમાં એસપી સૂરજ કુમાર રાયે એચસીપી રાજેન્દ્ર સિંહને તેમની મૂંછો માટે 1,000 રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું છે. પહેલાના જમાનામાં પોલીસ વિભાગમાં મૂંછ રાખવા બદલ ભથ્થું મળતું હતું. જોકેરિઝર્વ પોલીસ લાઇનમાં પરેડ દરમિયાન એસપીએ રાજેન્દ્ર સિંહની મૂંછોની પ્રશંસા કરી અને તેમને ઇનામ આપ્યું હતું.

Advertisment

મૂંછે હો તો નથ્થુલાલ જેસી..!” એ કહેવતને સાચી પાડવા બદલ ઉત્તરપ્રદેશના બાગપતમાં એસપી સૂરજ કુમાર રાયે એચસીપી (સશસ્ત્ર પોલીસ) રાજેન્દ્ર સિંહને 1,000 રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું છે. યુપીના ઘણા જિલ્લાના ઘણા પોલીસકર્મીઓ મૂછો રાખી રહ્યા છે. રિઝર્વ પોલીસ લાઇનમાં પરેડ દરમિયાનએસપીનું ધ્યાન એચસીપી રાજેન્દ્ર સિંહની મૂછો પર ગયું. તેમણે રાજેન્દ્ર સિંહને તેમની મૂછો યોગ્ય રીતે જાળવવા બદલ 1 હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપીને સન્માનિત કર્યા.

ઉલ્લેખનીય છે કેપહેલા પોલીસ વિભાગમાં પોલીસકર્મીઓને મૂંછ રાખવા બદલ ભથ્થું મળતું હતું. પરેડ પછીએસપીએ ડાયલ-112ટ્રાન્સપોર્ટ બ્રાન્ચડોગ સ્ક્વોડક્વાર્ટર ગાર્ડહુલ્લડ નિયંત્રણ સાધનોફાયર સર્વિસીસકર્મચારી બેરેકમેસરિફ્રેશમેન્ટ કેન્ટીન વગેરેનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

Advertisment
Latest Stories