સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, SC અને ST માં સબ કેટેગરી બનશે..!

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.

New Update
supreme

સુપ્રીમકોર્ટે અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિતજનજાતિ(ST) ને અનામતમુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે.

કોર્ટે કહ્યું કેSC અનેST માં સબકેટેગરી બનાવવામાં આવી શકે છે. સાત સભ્યોની બંધારણીય બેન્ચે6/1 થી આ ચુકાદોસંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડ સહિતજજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી2004 માં આપવામાં આવેલાજજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004નાચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કેSC અનેSTમાંસબ કેટેગરી ન બનાવી શકાય.

તેની સાથે જ કોર્ટે2004 માં ઈવી ચિન્નૈયા મામલે આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના ચુકાદાને પલટી નાખ્યો છે. વર્તમાન બેન્ચે2004માં આપેલા એ ચુકાદાની અવગણના કરી દીધી છે.જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કેSC/ST જનજાતિઓમાં સબ કેટેગરી ન બનાવી શકાય.