/connect-gujarat/media/media_files/CHBUamVQPs013XR6wf3L.png)
ભારતમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા દર્દીને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયો છે. જોકે આનાથી ચિંતાનું કોઈ કારણ નથી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
મંકીપોક્સોના કેસ નોંધાયા છે તેવા દેશમાંથી આવેલા આ દર્દીના સેમ્પલ લેવાયા છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે.નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે હાથ ધરેલા અગાઉના રિસ્ક મેનેજમેન્ટ હેઠળ આ કેસની ઓળખ થઈ છે અને હાલમાં અયોગ્ય માટે ચિંતાનું કોઈ કારણ નથી. દેશ આવા અલગ-અલગ ટ્રાવેલ-સંબંધિત કેસોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને કોઈપણ સંભવિત જોખમનો સામનો કરવા મજબૂત વ્યવસ્થાતંત્ર ઊભું કરાયું છે. આફ્રિકાના ઘણા દેશોમાં મંકીપોક્સના ફેલાવાના પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગયા મહિને બીજી વખત આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.