લદાખમાં આર્મીનું વાહન ખીણમાં ખાબકતા 9 જવાનોના મોત

New Update
લદાખમાં આર્મીનું વાહન ખીણમાં ખાબકતા 9 જવાનોના મોત

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાનું વાહન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. રાજધાની લેહ પાસે આવેલ ક્યારી ગામમાં સેનાનું વાહન ખીણમાં પડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં સેનાના નવ જવાનો શહીદ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આજે સાંજે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ કેઈરી, લેહમાં નિયોમા તરફ જતી ધુરી પર વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં 9 જવાનો ગંભીર, જ્યારે અમુક મામૂલી રીતે ઘાયલ થયા છે.

લદ્દાખમાં થયેલી આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા એક રક્ષા અધિકારીએ જણાવ્યું છે કે, ક્યારી શહેરથી 7 કિમી દૂર એક દુર્ઘટનામાં ભારતીય સેનાના 9 જવાનોના જીવ ગયા છે, જ્યારે તેમનું વાહન ખીણમાં પડ્યું. ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયાં છે. તેમણે જણાવ્યું છે કે, સૈનિક કારુ ગૈરીસનથી લેહની નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા હતાં. દુર્ઘટનામાં કેટલાય જવાનોનો ઈજા પણ થઈ છે.

Latest Stories