Connect Gujarat
દેશ

યુપીમાં ભાજપના ધારાસભ્ય થયા જેલ ભેગા, સગીરા પર દુષ્કર્મના કેસમાં MLA દોષિત…

રામદુલાર તેની સગીર બહેનને સતત ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેના પર દુષ્કર્મ આચરી રહ્યો હતો

યુપીમાં ભાજપના ધારાસભ્ય થયા જેલ ભેગા, સગીરા પર દુષ્કર્મના કેસમાં MLA દોષિત…
X

યુપીમાં 9 વર્ષ પહેલા એક સગીર બાળકી પર બળાત્કારના કેસમાં, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે સુનાવણી કર્યા પછી, ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષી ઠેરવ્યા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લઈ જિલ્લા જેલમાં મોકલી દીધા હતા. આ કેસમાં સજાની જાહેરાત 15 ડિસેમ્બરે થશે. જો 2 વર્ષથી વધુ સજા થાય તો ધારાસભ્યનું સભ્યપદ પણ સમાપ્ત થઈ શકે છે.

રામદુલાર ગોંડ, જેઓ 4 નવેમ્બર, 2014ના રોજ તત્કાલીન પ્રમુખ હતા, તેઓ હાલમાં ભાજપના દુધીના ધારાસભ્ય છે. એક વ્યક્તિએ MLA વિરુદ્ધ મેયરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, રામદુલાર તેની સગીર બહેનને સતત ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેના પર દુષ્કર્મ આચરી રહ્યો હતો. આ કેસમાં પોલીસે તેની સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તા. 8મી ડિસેમ્બરે બંને પક્ષના વકીલોએ ચર્ચા કરી અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હત. કોર્ટે ચુકાદા માટે 12 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે દૂધી ધારાસભ્યને દોષી ઠેરવ્યા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લઈ જિલ્લા જેલમાં મોકલી દીધા હતા. હવે કોર્ટ તા. 15મી ડિસેમ્બરે સજા સંભળાવશે. જો 2 વર્ષથી વધુ સજા થાય તો ધારાસભ્યનું સભ્યપદ પણ સમાપ્ત થઈ શકે છે.

Next Story