ભારતે જાપાનને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતે જાપાનને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ચીન સાથે થશે જેણે પ્રથમ

New Update
india hokey
Advertisment

ભારતે જાપાનને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ચીન સાથે થશે જેણે પ્રથમ સેમિફાઇનલમાં મલેશિયાને 3-1થી હરાવ્યું હતું. આ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ રાજગીર, બિહારમાં રમાઈ રહી છે અને ભારત અને ચીન વચ્ચે 20મી નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. જાપાન સામેની રોમાંચક સેમીફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી હતી. 

Advertisment

આ સેમિફાઇનલ મેચ એટલી રોમાંચક હતી કે 15 મિનિટના પ્રથમ ત્રણ ક્વાર્ટર ગોલ ન થયા, પરંતુ છેલ્લી 15 મિનિટમાં જાપાનની ટીમ દબાણમાં આવી ગઈ હતી. છેલ્લા ક્વાર્ટરની શરૂઆતના માત્ર 2 મિનિટ બાદ ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેને નવનીત કૌરે ગોલમાં ફેરવીને ટીમ ઈન્ડિયાને 1-0ની સરસાઈ અપાવી. મેચ સમાપ્ત થવામાં માત્ર 4 મિનિટ બાકી હતી, જ્યારે 56મી મિનિટમાં લાલરેમસિયામીએ જાપાની ગોલકીપરને ચકમો આપી દીધો અને ગોલ કરીને ભારતને 2-0ની સરસાઈ અપાવી.

Latest Stories