ભારત-ચીન સરહદે શાંતિ માટે સંમતિ, લદ્દાખમાં પેટ્રોલિંગ પર રોક

ભારત-ચીન સૈન્ય વચ્ચે છેલ્લે લદ્દાખ સરહદ પર શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને દેશોએ બફર ઝોનમાં પેટ્રોલિંગ ના કરવાની સંમતિ દર્શાવી છે.

New Update
laddakh

ભારત-ચીન સૈન્ય વચ્ચે છેલ્લે લદ્દાખ સરહદ પર શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બન્ને દેશોએ બફર ઝોનમાં પેટ્રોલિંગ ના કરવાની સંમતિ દર્શાવી છે.

વર્ષોથી ભારત અને ચીન વચ્ચે સરહદીય વિવાદ ચાલુ રહ્યો હતો, અને આ બેઠક તેના સમાધાન માટેનું મહત્વપૂર્ણ પગલું છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ જનરલ લેવલ મેકેનિઝમની બેઠકનું આ ૨૩મું રાઉન્ડ હતું.  ઓક્ટોબર ૨૦૨૪માં પણ બન્ને દેશોએ એવી બેઠક યોજી હતી જેમાં કેટલીક સંમતિ થઈ હતી અને ત્યારબાદ સરહદ પર સ્થિતિમાં સુધારા જોવા મળ્યા હતા.

ચીનના નેશનલ ડિફેન્સ મંત્રાલયે પણ જણાવ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે મજબૂત ચર્ચા થઈ છે, ખાસ કરીને વેસ્ટર્ન સેક્ટર પર. બન્ને દેશો સંમત થયા છે કે, આગામી દિવસોમાં પણ આ પ્રકારની બેઠકો યોજાતી રહેશે, જેથી શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવે.

આ બેઠકના પરિણામે, ૨૦૨૦માં લદ્દાખમાં થયેલા હિંસક ઘર્ષણના પછી, હવે સૈનિકોની સંખ્યા ઘટી છે અને હવે પેટ્રોલિંગ ના કરવાની સંમતિ આપવામાં આવી છે.

Latest Stories