New Update
/connect-gujarat/media/media_files/2025/08/23/indian-postal-service-2025-08-23-18-16-31.jpg)
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના જવાબમાં ભારતીય ટપાલ વિભાગ 25 ઓગસ્ટથી અમેરિકા માટે તમામ પ્રકારના ટપાલ માલનું બુકિંગ સ્થગિત કરવા જઈ રહ્યો છે. હાલમાં આ નિર્ણય અસ્થાયી રૂપે લાગુ કરવામાં આવશે. આજે શનિવાર, 23 ઓગસ્ટના રોજ ટપાલ વિભાગે એક પ્રેસ નોટ બહાર પાડીને આ અંગે માહિતી આપી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/23/post-2025-08-23-18-14-22.png)
આ નિર્ણય અમેરિકન સરકારના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના જવાબમાં લેવામાં આવ્યો છે, જે હેઠળ અમેરિકાએ 29 ઓગસ્ટથી $800 (₹70 હજાર) સુધીના માલ પર કસ્ટમમુક્તિ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવતા માલ પર ડ્યૂટી ચૂકવવી પડશે.
Latest Stories