/connect-gujarat/media/media_files/2025/11/27/22-2025-11-27-16-45-47.jpg)
ભારતના અવકાશ ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/27/22-2025-11-27-16-46-18.jpg)
ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ વિક્રમ-Iનું ઉદ્ઘાટન કર્યું.આ રોકેટની ઊંચાઈ લગભગ 7 માળની બિલ્ડિંગ જેટલી છે અને તે 2026માં અવકાશમાં લોન્ચ કરવાનું આયોજન છે. સ્કાયરૂટ એરોસ્પેસ નામની ભારતીય પ્રાઇવેટ કંપની દ્વારા બનેલું આ રોકેટ 300 કિલોગ્રામ સુધીના સેટેલાઇટ્સને પૃથ્વીની કક્ષામાં પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
લૉન્ચ વ્હીકલનાં ડિઝાઇનથી લઈને ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ સુધીની પ્રક્રિયાઓ માટે સ્કાયરૂટએ હૈદરાબાદમાં પોતાનો નવો ઇન્ફિનિટી કેમ્પસ ઉભો કર્યો છે, જેનું ઉદ્ઘાટન પણ પીએમ મોદીએ કર્યું. આ આધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસ ભારતના પ્રાઇવેટ સ્પેસ સેક્ટરમાં નવી દિશા પૂરું પાડશે. કંપનીનું મુખ્ય મથક પણ અહી જ સ્થિત છે, જ્યાં અનેક આગામી મિશનની તૈયારી કરવામાં આવશે.
સ્કાયરૂટ એરોસ્પેસની સ્થાપના 2018માં પવન ચંદના અને ભરત ઢાકાએ કરી હતી. બન્ને IIT પાસઆઉટ અને ISROના પૂર્વ વૈજ્ઞાનિક છે. અવકાશ ક્ષેત્રમાં તેમના ઝડપી વિકાસને કારણે તેમને "ભારતના ઇલોન મસ્ક" તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. જેમ મસ્કે સ્પેસએક્સ દ્વારા ખાનગી અંતરિક્ષ યાત્રાને બદલાવી, તેમ સ્કાયરૂટ પણ ભારતમાં પ્રાઇવેટ સ્પેસ ઈકોસિસ્ટમ મજબૂત બનાવી રહી છે.
સ્કાયરૂટે 2022માં પોતાનો પહેલો સબ-ઓર્બિટલ રોકેટ વિક્રમ-S સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો, જે 100 કિમીની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો. પરંતુ વિક્રમ-I એક ઓર્બિટલ રોકેટ છે, જે પૃથ્વીની કક્ષા સુધી જઈને વાસ્તવિક સેટેલાઇટ મૂકવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે ભારત ઓર્બિટલ સ્પેસ લૉન્ચમાં ખાનગી યોગદાનના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે.