દિલ્હી-NCR માટે સ્વદેશી મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર

સંરક્ષણ મંત્રાલયે હાલમાં જ સ્વદેશી ક્ષમતાઓ પર આધારિત ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) સ્થાપિત કરવાની પ્રક્રિયાને તેજ કરી છે

New Update
delhi]

ભારત દેશની રાજધાની દિલ્હી-NCRને હવાઈ જોખમોથી સુરક્ષિત બનાવવા માટે એક મોટું રક્ષણાત્મક પગલું લેવા જઈ રહ્યું છે.

સંરક્ષણ મંત્રાલયે હાલમાં જ સ્વદેશી ક્ષમતાઓ પર આધારિત ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) સ્થાપિત કરવાની પ્રક્રિયાને તેજ કરી છે. મિસાઈલ હુમલા, ડ્રોન સ્વોમ, ફિક્સ-વિંગ અનમેન્ડ એરક્રાફ્ટ અને ફાઈટર જેટ જેવા તમામ પ્રકારના જોખમોને ટક્કર આપનાર આ મલ્ટિ-લેયર સિસ્ટમ દેશની રાજધાની માટે એક અદ્યતન સુરક્ષા કવચ સાબિત થશે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલી QRSAM અને VSHORADS મિસાઈલો આ સિસ્ટમની સૌથી મોટી શક્તિ બની રહેશે, જ્યારે રડાર, સેન્સર અને નવું જનરેશન કમાન્ડ કંટ્રોલ આર્કીટેક્ચર સમગ્ર રક્ષણને વધુ મજબૂત બનાવશે.

IADWSનું 23 ઓગસ્ટે ઓડિશા કાંઠે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ જુદા પ્રકારના હાઈ-સ્પીડ અને ડ્રોન આધારિત ટાર્ગેટને એકસાથે ચૂસ્ત નિશાન બનાવી નષ્ટ કરવામાં આવ્યા. આ પરીક્ષણે દર્શાવ્યું કે સિસ્ટમ હાઈ-ઑલ્ટિટ્યુડ ઝડપી જોખમો સામે QRSAMનો ઉપયોગ કરે છે, જ્યારે નીચી ઊંચાઈ અને ઓછી રેન્જવાળા ટાર્ગેટ માટે VSHORADS સક્રિય થાય છે. ડ્રોન સ્વૉર્મ જેવી નવી પેઢીની ચેલેન્જ સામે લેઝર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) હુમલો કરીને તે ખર્ચ-પ્રભાવશાળી પ્રતિરક્ષા પૂરી પાડે છે. સમગ્ર સિસ્ટમને ભારતની વાયુસેના ઓપરેટ કરશે અને તે ‘સુદર્શન ચક્ર’ મિશનનો મહત્વપૂર્ણ અંગ માનવામાં આવી રહી છે—જેનાની જાહેરાત PM નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટના ભાષણમાં કરી હતી.

આ નવી વ્યવસ્થા હકીકતમાં અમેરિકા પરથી ખરીદાતી મોંઘી NASAMS-II સિસ્ટમનો સ્વદેશી વિકલ્પ છે. લંબાયેલી ચર્ચાઓ અને વધેલા ખર્ચને કારણે સરકાર હવે સંપૂર્ણપણે સ્વદેશી મિસાઈલ ટેકનોલોજી પર વિશ્વાસ મૂકીને ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપી રહી છે. NASAMS જેવી આંતરરાષ્ટ્રીય સિસ્ટમો પર આધાર ન રાખીને દેશે પોતાની ટેક્નોલોજીકલ ક્ષમતાને મજબૂત બનાવી છે, જે રક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક પરિવર્તન સમાન છે. નવા કવચના સામેલ થવાથી દિલ્હી-NCR વિસ્તાર કોઈપણ હવાઈ હુમલાની શક્યતા સામે વધુ સુરક્ષિત બનશે અને દેશની રણનીતિક પ્રતિકાર ક્ષમતામાં એક મોટો વધારો થશે.

Latest Stories