INS Vagir : 'સેન્ડ શાર્ક' ભારતીય નૌકાદળમાં જોડાઈ, INS વાગીરથી સમુદ્રમાં ભારતની તાકાત વધી..!

INS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. પ્રોજેક્ટ 75 હેઠળ કલવરી વર્ગની આ પાંચમી સબમરીન છે.

INS Vagir : 'સેન્ડ શાર્ક' ભારતીય નૌકાદળમાં જોડાઈ, INS વાગીરથી સમુદ્રમાં ભારતની તાકાત વધી..!
New Update

INS વાગીરને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. પ્રોજેક્ટ 75 હેઠળ કલવરી વર્ગની આ પાંચમી સબમરીન છે. જેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. INS વાગીરને મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.

INS વાગીર સંપૂર્ણપણે ભારતમાં બનેલ છે. તેનું નિર્માણ મુંબઈની મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા ફ્રેન્ચ કંપની નેવલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સબમરીનની વિશેષતા એ છે કે આ સબમરીનનો ઉપયોગ એન્ટી સબમરીન યુદ્ધ, ગુપ્ત માહિતી એકત્ર કરવા, દરિયામાં લેન્ડમાઈન બિછાવવા અને સર્વેલન્સના કામમાં થઈ શકે છે. આ સબમરીનને દરિયાકિનારે અને સમુદ્રની વચ્ચે બંને જગ્યાએ તૈનાત કરી શકાય છે. આ સબમરીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે.

#India #Connect Gujarat #BeyondJustNews #sea #strength #Indian Navy #submarine #Sand Shark #INS Vagir #joins
Here are a few more articles:
Read the Next Article