Connect Gujarat
દેશ

પોરબંદરમાં IRBના જવાનો વચ્ચે અંદરો-અંદર ફાયરિંગ, બે જવાનોના મોત, 2 ઘાયલ

પોરબંદરમાં IRBના જવાનો વચ્ચે અંદરો-અંદર ફાયરિંગ, બે જવાનોના મોત, 2 ઘાયલ
X

ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRB ના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. ઘર્ષણ બાદ ફાયરિંગમાં 2ના મોત થયા છે જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા છે.

નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં આ ઘટના બની હતી. ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝઘડામાં ફાયરિંગ થયા હોવાનું અનુમાન છે. બે જવાનોના ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી મચ ગઈ છે. બે ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. ક્યાં કારણે ઝઘડો થયો તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

Next Story