/connect-gujarat/media/media_files/2025/03/09/62gpXuoEbquWsbCgTGfZ.jpg)
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ જયપુરમાં શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમો 8 માર્ચથી 9 માર્ચ સુધી સીતાપુરા સ્થિત જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (JECC) ખાતે યોજાશે.આ સમારંભમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર અને અભિનેતા શાહિદ કપૂર IIFA સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા.
જ્યારે બંને મળ્યા, ત્યારે તેઓ એકબીજાને આલિંગન આપ્યું હતું અને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા.શનિવારે બપોરે IIFA પ્રેસ કોન્ફરન્સમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી પણ હાજર રહ્યા હતા. ભજનલાલે કહ્યું- રાજસ્થાન વિના બોલિવૂડની કલ્પના થઈ શકે નહીં અહીં રોડ અને રેલ નેટવર્ક ખૂબ મજબૂત છે. બોલિવૂડ એક્ટર્સ રાજસ્થાનના બ્રાન્ડ એમ્બેસેડર છે.