IPL 2024 : કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે થઈ ક્વોલિફાય

New Update
IPL 2024 : કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે થઈ ક્વોલિફાય
Advertisment

ગુરુવારે હૈદરાબાદમાં રમાનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ્દ થવાને કારણે SRHને એક પોઈન્ટ મળ્યો છે, જેના કારણે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. હૈદરાબાદ હવે IPL 2024ના પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

Advertisment

SRHના હવે 13 મેચમાં 15 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલ (IPL Point Table)માં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જો હૈદરાબાદ તેની આગામી મેચ પણ જીતી લે છે તો તેના પછી ટોપ-2માં જવાની તક રહેશે. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો નેટ રન-રેટ ખૂબ ઓછો હોવાથી, તેમના માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે.

IPL 2024માં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની. KKR પાસે હાલમાં 13 મેચમાં 9 જીત બાદ 19 પોઈન્ટ છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પાસે 8 જીત બાદ 16 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 15 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

એક તરફ, KKR, RR અને SRH પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે. બીજી તરફ 3 ટીમો માટે પ્લેઓફનો રસ્તો સંપૂર્ણપણે બંધ છે. મુંબઈ ઈન્ડિયન્સ પંજાબ કિંગ્સ,ગુજરાત ટાઇટન્સ ટીમ બહાર થઈ ગઈ છે.

ત્રણ ટીમો પ્લેઓફમાં પહોંચ્યા પછી, બધાની નજર 18 મેના રોજ યોજાનારી CSK vs RCB મેચ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે હજુ એક મેચ બાકી છે અને તેના 14 પોઈન્ટ છે, જ્યારે ટીમનો નેટ રન-રેટ +0.528 છે. બીજી બાજુ, જો બેંગલુરુ ક્વોલિફાય કરવા માંગે છે, તો તેણે દરેક કિંમતે આગામી મેચમાં CSK ને હરાવવું પડશે.

Latest Stories