Connect Gujarat
દુનિયા

ઈઝરાયલે ફરી કર્યો ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત, 60થી વધુ ઘાયલ....

ઈઝરાયલે ફરી કર્યો ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત, 60થી વધુ ઘાયલ....
X

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિના જેટલો સમય થવા આવશે ત્યારે યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. બંને દેશો વચ્ચેનું ઉદ્ધ ઉગ્ર બની રહ્યું છે અને ઈઝરાયેલ સતત ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે ત્યારે ગઈકાલે ગાઝાની મોટી હોસ્પિટલને નિશાન બનાવતા હુમલો કર્યો હતો જેમાં 15 લોકોના મોત થયા હતા જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો જેના બાદ ઈઝરાયેલ સતત ગાઝા પર બોમ્બમારો કરી રહ્યું છે. હવે ઈઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલને નિશાન બનાવતા મોટો હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઈઝરાયલી સેનાએ પહેલા હોસ્પિટલમાં અને પછી જ્યારે તેઓ ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હમાસના એક વરિષ્ઠ સભ્યએ ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાઓની જેમ જ તક મળશે તો વધુ હુમલા કરવાની ચેતવણી ઉચ્ચારી છે. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી ઈઝરાયલનો સફાયો નહીં થઈ જાય ત્યાં સુધી હુમલાઓનો દોર યથાવત્ રહેશે.

Next Story