ISROએ રચ્યો ઇતિહાસ, SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક કર્યું લોન્ચિંગ

ટેકનોલોજી | Featured | દેશ | સમાચાર, ISRO એ 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

New Update
isro

ISRO 16 ઓગસ્ટ 2024 ના રોજ સવારે 9:17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. આ રોકેટની અંદર એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475 કિમીની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે. 

 ISROનું SSLV-D3 રોકેટ લોન્ચિંગ ઐતિહાસિક એટલા માટે છે કારણ કે તે બે મહત્વપૂર્ણ ઉપગ્રહો EOS-8 અને SR-0 DEMOSATને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મુકવાનું મુખ્ય મિશન છે. SSLVની આ ત્રીજી ઉડાન છે અને તે ભારતના નાના સેટેલાઇટ લોન્ચ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. વધુમાં, EOS-8 અને SR-0 DEMOSAT નું સફળ લોન્ચ અને સંચાલન અવકાશ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતાને વધુ મજબૂત કરશે, જે વૈશ્વિક અવકાશ સ્પર્ધામાં મહત્વપૂર્ણ યોગદાન છે.

Latest Stories