જમ્મુ કશ્મીર: 84 દિવસમાં 10 આતંકી હુમલામાં 12 જવાન શહીદ,સેનાએ આતંકીઓ સામે શરૂ કર્યું મોટુ ઓપરેશન

દેશ | સમાચાર , જમ્મુ-કાશ્મીરમાં 84 દિવસમાં 10 આતંકવાદી હુમલામાં 12 જવાનના બલિદાન પછી સેનાએ જમ્મુ વિસ્તારમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

New Update
jammu
જમ્મુ-કાશ્મીરમાં 84 દિવસમાં 10 આતંકવાદી હુમલામાં 12 જવાનના બલિદાન પછી સેનાએ જમ્મુ વિસ્તારમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૈન્યનાં સૂત્રોના કહેવા પ્રમાણે આ એન્ટિ-ટેરરિસ્ટ ઓપરેશનમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના 7000 જવાન, 8 ડ્રોન, હૅલિકોપ્ટરો, 40 જેટલા સ્નીફર ડૉગ તૈનાત કરાયા છે.જવાનોમાં મોટા ભાગના રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસના સ્પેશિયલ કમાન્ડો છે.
જવાનોને ડોડા અને કઠુઆ જિલ્લાની પીર પંજાલ શ્રેણીનાં જંગલોમાં ઉતારાયા છે. અહીં 5 લોકેશન નક્કી કરાયાં છે, જે 1,291 ચોરસ મીટરનાં જંગલમાં આવેલાં છે. સુરક્ષાદળોને અહીં ડોડા અને ડેસા જંગલમાં સેના સાથે અથડામણ થઈ હતી, એ સહિત 24 જેટલા આતંકવાદીઓની હાજરી હોવાની કડી મળી છે. આ અથડામણમાં 5 જવાન શહીદ થયા હતા. હવે સેનાએ આ વિસ્તારમાં આતંકવાદીઓનો સફાયો કરવાનું ઓપરેશન શરૂ કર્યું છે.
Latest Stories