જમ્મુકશ્મીર: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો મતદાન પૂર્ણ, 25.78 લાખ મતદારોએ 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન

New Update
jk
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો મતદાન પૂર્ણ થઈ ગયું છે, જેમાં 25.78 લાખ મતદારોએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કર્યું.સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન થયું. સૌથી વધુ મતદાન રિયાસીમાં 71.81% છે, જ્યારે સૌથી ઓછું વૈષ્ણોદેવીમાં 27.37% થયું.
બીજા તબક્કાની 26 બેઠકમાંથી 15 બેઠક મધ્ય કાશ્મીરની અને 11 બેઠક જમ્મુની છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, બીજા તબક્કામાં 239 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 233 પુરુષો અને 6 મહિલા છે.બીજા તબક્કામાં 131 ઉમેદવાર કરોડપતિ છે અને 49 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ પોતાની સંપત્તિ માત્ર 1,000 રૂપિયા જાહેર કરી છે. વોટિંગ દરમિયાન તેમણે કહ્યું- પીડીપી, એનસી અને કોંગ્રેસની સરકારોમાં ભયનું વાતાવરણ હતું.
Latest Stories