જમ્મુ કાશ્મીર : બાંદીપોરામાં સેનાની એક ટ્રક પહાડથી નીચે ખીણમાં ખાબકી, 2 જવાનોના મોત

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડથી નીચે ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 2 જવાનોના મોત થયા હતા, જ્યારે 5 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા

New Update
jammu attck

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડથી નીચે ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 2 જવાનોના મોત થયા હતા, જ્યારે 5 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 'સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો હતો.  ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી.  

આ ઘટનામાં 2 જવાન શહીદ થયા અને 5 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

આ પહેલા પણ 24 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. પુંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ જવાનો શહીદ થયા હતા.