જમ્મુ અને કાશ્મીર : પુંછ જિલ્લામાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 5 જવાનોના મોત

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં મંગળવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું

New Update
jammu

jammu Photograph: (jammu)

Advertisment

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2024) એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. વ્હાઇટ નાઈટ કોર્પ્સ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે પૂંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન સેનાનું એક વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં પાંચ જવાનોના મોત થયા છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે સૈનિકોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલ જવાનોની સારવાર કરવામાં આવી રહી છે.   

Advertisment

ગયા મહિને આવી જ એક દુર્ઘટનામાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના એક જવાન શહીદ થયા હતા અને અન્ય એક ઘાયલ થયા હતા. આ અકસ્માત 4 નવેમ્બરે કાલાકોટના બડોગ ગામ પાસે થયો હતો, જેમાં નાઈક બદરી લાલ અને કોન્સ્ટેબલ જય પ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં 18 સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા છે અને બાકીનાની સારવાર ચાલી રહી છે. નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલા 11 MLIનું લશ્કરી વાહન ગોરા પોસ્ટ પર પહોંચતા જ અકસ્માતનો ભોગ બન્યું હતું. વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. માહિતી મળતાની સાથે જ 11 MLI ની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

 

Latest Stories