જમ્મુ-કાશ્મીર : રાજૌરીના ડાંગરી વિસ્તારમાં આતંકીઑએ કર્યું ફાયરિંગ, 3 લોકોના મોત
BY Connect Gujarat Desk1 Jan 2023 5:15 PM GMT

X
Connect Gujarat Desk1 Jan 2023 5:15 PM GMT
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર ઘટના સ્થળે હાજર છે. ઘાયલોના શરીર પર ગોળીના અનેક નિશાન મળી આવ્યા છે.
હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે ઓછામાં ઓછા 7 લોકોના શરીર પર ગોળીઓ વાગ્યાના નિશાન જોવા મળ્યાં છે. જેમની હાલમાં સારવાર ચાલી રહી છે. શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો જે રસ્તા પર ફૂટતા એક નાગરિક ઘાયલ થયો હતો. આતંકવાદીઓએ સાંજે 7:45 વાગ્યાની આસપાસ મિર્ઝા કામિલ ચોક પાસે સીઆરપીએફના બંકર તરફ ગ્રેનેડ ફેંક્યો હતો, જે રસ્તા પર વિસ્ફોટ થયો હતો.
Next Story