Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર : પુલવામાં જિલ્લામાં ફરી એકવાર આતંકી હુમલો, એક પોલિસકર્મી શહીદ, CRPFનાં એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીર : પુલવામાં જિલ્લામાં ફરી એકવાર આતંકી હુમલો, એક પોલિસકર્મી શહીદ, CRPFનાં એક જવાન ઘાયલ
X

જમ્મુ-કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ફરી એકવાર આતંકી કહેર મચ્યો છે. આ આતંકી હુમલામાં એક પોલિસકર્મી શહીદ થયાં અને કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ CRPFનાં એક જવાન ઘાયલ થયાં. કાશ્મીર ઝોન પોલિસ તરફથી એક ટ્વીટ મૂકવામાં આવ્યું હતું જેમાં લખેલું હતું કે આતંકવાદીઓએ પુલવામાંના પિંગલાનાંમાં CRPF અને પોલિસની સંયુક્ત નાકા પાર્ટી પર ગોડીબાર કર્યો. આ આતંકી હુમલામાં 1 પોલિસકર્મી શહીદ થઇ ગયાં અને એક સી.આર.પી.એફના જવાન ઘાયલ થયાં.

પોલિસની તરફથી કહેવાયું છે કે આ ક્ષેત્રમાં વધુમાં વધુ પોલિસબળ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ સંપૂર્ણ વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લેવાયો છે. આ હુમલાંનાં 3 કલાકનાં ઓપરેશન બાદ લશ્કરનો એક આતંકવાદી મારી દેવાયો છે. આવતી કાલથી 3 દિવસ માટે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર પહોંચશે. સુરક્ષા સ્થિતિની સમીક્ષા સિવાય, અમિત શાહ રાજોરી અને બારામૂલા જિલ્લામાં 2 રેલીઓનું સંબોધન કરશે.

Next Story