જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે (27 ઓગસ્ટ) ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. તેમાં 29 નામ છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 15 અને બીજી યાદીમાં એક નામ જાહેર કર્યું હતું. દેવિન્દર સિંહ રાણા નગરોટા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. શ્રીમાતા વૈષ્ણોદેવી બેઠક પરથી ઉમેદવાર બદલવામાં આવ્યા છે.26 ઓગસ્ટે ભાજપે ઉમેદવારોની 3 યાદી બહાર પાડી હતી. તેમાં ત્રીજા તબક્કાના 44 ઉમેદવારોના નામ હતા, પરંતુ તે થોડા જ સમયમાં ડિલિટ કરી નાખવામાં આવી હતી.
પ્રથમ યાદી આવતા જ જમ્મુ ભાજપ કાર્યાલયમાં કાર્યકરોનું પ્રદર્શન શરૂ થઈ ગયું હતું.કાર્યકર્તાઓએ કહ્યું કે પાર્ટીએ પેરાશૂટ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પછી પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના તેમની કેબિનમાં ગયા અને દરવાજો બંધ કરી દીધો. મામલો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો.પ્રથમ યાદી જાહેર થયાના બે કલાક બાદ 12 વાગ્યે બીજી યાદી આવી, જેમાં પ્રથમ તબક્કાના 15 ઉમેદવારોના નામ જ હતા. આ પછી બપોરે 2.45 વાગ્યે બીજી યાદી આવી. તેમાં એક જ નામ હતું. કોંકરનાગથી ચૌધરી રોશન હુસૈનના નામની જાહેરાત કરવામાં આવી હતી.