જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણી ,PDP ચીફ મહેબૂબા મુફ્તી નહીં લડે ચૂંટણી

Featured | દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 17 સીટ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ 22 ઓગસ્ટે 8 ઉમેદવારની યાદી બહાર પાડી હતી.

New Update
Jammu-Kashmir

જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 17 સીટ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ 22 ઓગસ્ટે 8 ઉમેદવારની યાદી બહાર પાડી હતી. પાર્ટી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાનું નામ પણ એમાં હતું.બીજી યાદી જાહેર થયાના થોડા સમય બાદ મહેબૂબાએ વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.

મહેબૂબા આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં અનંતનાગથી મેદાનમાં હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. 27 ઓગસ્ટ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠક પર 279 ઉમેદવારે તેમના ઉમેદવારીપત્રો ભર્યા છે.

Latest Stories