જમ્મુ-કાશ્મીર : અનંતનાગમાં કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં કાર ખીણમાં ખાબકતાં એક જ પરિવારના 8 લોકોના મોત થયાં હતા જેમાં 5 બાળકો પણ સામેલ હતા.

New Update
જમ્મુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં કાર ખીણમાં ખાબકતાં એક જ પરિવારના 8 લોકોના મોત થયાં હતા જેમાં 5 બાળકો પણ સામેલ હતા. આ કાર પોલીસકર્મીની હતી સિમથાન-કોકરનાગ રોડ પર વળાંક પર સરકી જતાં કાર ખીણમાં ખાબકી હતી જેમાં એક પોલીસકર્મી, બે મહિલાઓ અને 5 બાળકોના મોત થયાં હતા. કારમાં સવાર તમામ લોકો કિશ્તવાડથી આવી રહ્યા હતા.

પોલીસકર્મીના પરિવારની કાર સિમથાન-કોકરનાગ રોડ દોડી રહી હતી અચાનક ચાલકે કાબુ ગુમાવતાં કાર રોડ પરથી સરકીને ખીણમાં પડી ગઈ હતી જેમાં ઘટનાસ્થળે બધાના મોત થયાં હતા.

Latest Stories