જમ્મુ કશ્મીર: વહેલી સવારે સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે ફરી એકવાર આતંકીઓની નાપાક હરકત સામે આવી છે. કુપવાડામાં ફરી એકવાર આતંકીઓ

જમ્મુ કશ્મીર
New Update

જમ્મુ-કાશ્મીરથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે ફરી એકવાર આતંકીઓની નાપાક હરકત સામે આવી છે. કુપવાડામાં ફરી એકવાર આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ એન્કાઉન્ટર કુમકારી વિસ્તારમાં શરૂ થયું છે.

પ્રાથમિક વિગતો મુજબ આ અથડામણમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.કુપવાડામાં આજે વહેલી સવારે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાઇ છે. આ તરફ સેનાએ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.નોંધનિય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી લગભગ દરરોજ જમ્મુ-કાશ્મીરના કોઈને કોઈ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સેનાએ LOC પર ઘૂસણખોરીના ઘણા પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા છે.

#જમ્મુ કશ્મીર
Here are a few more articles:
Read the Next Article