જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લીધે લોકો ફફડી ઊઠ્યા હતા. આ વખતે વહેલી સવારે 5.38 વાગ્યાના સુમારે ધરા ધ્રૂજી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. જૂનથી અત્યાર સુધીની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીરના ડોડામાં જ આવેલો આ 12મો ભૂકંપ હતો.
આ વખતે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હતું. સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી. અગાઉ 13 જૂને ડોડામાં જ 5.4ની તીવ્રતાના ભૂકંપને લીધે અનેક ઈમારતો અને મકાનોમાં તિરાડો પડી ગઈ હતી.