Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર:રામબન જિલ્લામાં રોડનો મોટો હિસ્સો તૂટી પડ્યો, 24 મકાનોમાં મોટી તિરાડ

ગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.

જમ્મુ કાશ્મીર:રામબન જિલ્લામાં રોડનો મોટો હિસ્સો તૂટી પડ્યો, 24 મકાનોમાં મોટી તિરાડ
X

ગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે પેરનોટ વિસ્તારમાં 24 મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ હતી. મકાનોની દિવાલો અને ફર્શમાં તિરાડો પડી ગઈ હતી.ઘટનાને કારણે આ વિસ્તારમાં વીજળીનો પુરવઠો ઠપ થઈ ગયો હતો અને 60 હજારથી વધુ રહેવાસીઓનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઘરોમાં તિરાડો દેખાયા પછી, 23 ઘરોના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને દરેકને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે.રામબન ડીસી બસીર-ઉલ-હક ચૌધરીએ જણાવ્યું કે વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. રામબન-ગુલ રોડ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

Next Story